વાંકાનેર બસસ્ટેન્ડમાં ત્રણ યુવાનોને છરી મારી
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના યુવાનને માટેલના બે શખ્સ સાથે ઝઘડો થયો હોય એ બાબતે વાતચિત કરવા માટે વાંકાનેર બસસ્ટેન્ડમાં જતા પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરતા ત્રણ યુવાનોને છરી લાગી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે વઘાસિયા ગામે રહેતા ફરિયાદી વિરપાલસિંહ જગદીશસિંહ ઝાલાએ માટેલ ગામે રહેતા આરોપી ક્રિસ વીંઝવડીયા અને કરણ વીંઝવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જાહેર કર્યું હતું કે બન્ને આરોપીઓને ફરિયાદીના મિત્ર પૃથ્વીરાજસિંહ ઝાલા રહે.વઘાસિયા વાળા સાથે ઝઘડો થયો હોય તા.8ના રોજ વાંકાનેર બસસ્ટેન્ડમાં વાતચીત કરવા જતા બન્ને આરોપીઓ આડેધડ છરી ફેરવવા લાગતા ફરિયાદી વિરપાલસિંહ, સાહેદ રાજદીપસિંહ અને ભવ્યદીપસિંહને છરી લાગતા ઇજાઓ પહોંચી હતી. આ ઝઘડા સમયે અજાણ્યા ત્રણ શખ્સો પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હોવાનું ફરિયાદના જણાવાતા પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.