વાંકાનેરના પાંચ દ્વારકા નજીક યુટીલિટીએ બાઇકને હડફેટે લેતા બેને ઇજા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા નજીક અજાણ્યા યુટીલિટી ચાલકે જીજે – 03 – ઈજે – 7847 નંબરના બાઈક ચાલક મહેશ ગોરધનભાઈ પારઘીને હડફેટે લેતા મહેશ તેમજ બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા યુટીલિટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.