મોરબી : માળીયાના ચીખલી ગામે રણ વિસ્તારમાં ગૌ હત્યાનું મોટા રેકર્ડનો પર્દાફાશ થયા બાદ હવે આ ગૌ હત્યાનું કનેક્શન હળવદ સુધી નીકળ્યું છે.જેમાં ચીખલી ગામના આરોપી પિતા-પુત્રએ હળવદ તાલુકાના ટિકરથી બે માલધારીઓની કુલ 45 ગાયો રખેવાળ તરીકે લઈ કતલ કરાવી નાખી હોવાનું બહાર આવતા આ બન્ને આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે.
માળીયાના ચીખલી ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા માલધારીઓએ આરોપી પિતા પુત્ર મુસ્તાક અમીન લધાણી તથા અમીન કરીમ લધાણીને ગયો ચરાવવા આપેલી હોય પણ તેમાંથી 14 ગાયો પરત ન આપતા આ બન્ને પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બન્ને આરોપી પિતા પુત્રની ધરપકડ કર્યા બાદ પોલીસની તપાસમાં અન્ય ચાર આરોપીઓના નામો ખુલતા પોલીસે આ ચારેયની ધરપકડ કરી પૂછપરછ કરતા 100 જેટલી ગાયો ગાયબ હોય ગૌ હત્યાનું મોટું રેકેર્ટનો પર્દાફાશ થયો હતો. આથી ગૌ હત્યા મામલે હિન્દૂ સંગઠનો આગ બાબુલા થયા હતા.જોરદાર વિરોધ ઉઠ્યા બાદ પોલીસનI તપાસમાં તેજ ગતિ આવતા આ ગૌ હત્યાનું કેનેક્શન હળવદ સુધી નીકળ્યું છે. આથી હળવદના નવા અમરાપર ગામે રહેતા માલધારી મેહુલભાઈ અરજણભાઈ ગોલતરએ આરોપી પિતા પુત્ર મુસ્તાક અમીન લધાણી તથા અમીન કરીમ લધાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી આશરે સાતેક મહિના પહેલા હળવદના અમરાપર ગામે તથા મિયાણી ગામે ફરીયાદી તથા સાહેદના વાડેથી ટીકર ગામેથી બન્ને આરોપીઓ ઢોર-ગાયો ચરાવવાનો ધંધો કરતા હોય જેથી ફરીયાદીએ તેમની માલીકીની ગાયો જીવ-૨૫ તથા સાહેદ જીવણભાઈ ખેતાભાઈએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ ની આરોપીઓ રખેવાળ તરીકે ચરાવવા લઈ ગયેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૨૫ કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦ તથા સાહેદ જીવણભાઈ ની ગાયો જીવ-૨૦ ની કુલ કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪,૫૦,૦૦૦ ના મુદામાલની ગાયો જીવ-૪૫ પરત નહી આપી, ક્રુરતાપુર્વક કાપી નાખી હતી. આથી હળવદ પોલીસે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનીયમ અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનીયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.