હળવદ: ગત તા.9 જાન્યુઆરીનાં રોજ યોજાયેલ ખેલ મહાકુંભ-2025નું આયોજન હળવદનાં ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા ખાતે થયેલ હતું. જેના અંતર્ગત RMSA સરકારી માધ્યમિક શાળા-રણમલપુરની ખો-ખોની બે ટીમોમાં એક ટીમ ભાઈઓની(અંડર 17), બીજી ટીમ બહેનોની (અંડર 17) અને ચેસમાં પણ ઉમંગ ખટાણાએ ભાગ લીધેલ જેનાં પરિણામ સ્વરુપે ખો-ખો બહેનોની ટીમ તાલુકા કક્ષાએ ખુબ જ સારુ પ્રદર્શન કરીને જિલ્લા કક્ષાએ રમવા માટે પસંદગી પામેલ છે.
જેમાં આ ટીમ 2 ટીમોને ટક્કર આપી હરાવીને ફાઇનલમાં પહોચેલ અને ફાઈનલમાં રનર્સ અપ રહી હતી. સાથે ખો-ખો ભાઈઓની ટીમ જેમાં ટીમ કેપ્ટન વિજય ઉસ્તાદ ઉત્સાહી રહ્યા હતા અને તાલુકા કક્ષાએ ત્રીજા સ્થાને રહેલ હતી. આ ઉપરાંત ચેસમાં જિલ્લા કક્ષાએ વિધ્યાર્થીની પસંદગી થયેલ છે. આમાં ટીમ કેપ્ટન ડિમ્પલબેન ખાસ ઉત્સાહી રહ્યા હતા. આ તમામ ટીમોનું સંપુર્ણ માર્ગદર્શન શિક્ષક શક્તિભાઈ વરસડા થકી રહેલું જેઓ આ ટીમના કોચ તરીકે સાથે જ ગયેલા હતા. આથી શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને વિદ્યાર્થીઓ સતત આગળ પ્રગતિ કરતા રહે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.હવે પછીની જિલ્લા કક્ષાની રમતોની તારીખો જાહેર થતા પસંદગી પામેલ ટીમો મોરબી અથવા નક્કી કરેલ સ્થળે જવા રવાના થશે.
