ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે – 10 – ટીએક્સ – 6850 નંબરની બોલેરો ગાડીને જીજે – 36 – ટી – 5310 નંબરના આઇસર ચાલકે પાછળથી ટક્કર મારતા બોલેરો ગાડીમાં ચડી રહેલા ફરિયાદી આદિલ ભુપતભાઇ બાબરીયા રહે.રાજકોટ અને દિલીપભાઈ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.