મોરબી: દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ જેપુર સોશ્યલ ગ્રુપ મોરબી વાર્ષિક સંમેલન મળ્યું હતું. જેમા અનેક બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી તેમજ 46 જેટલા બાળકોને ધોરણ-1 થી 8 અને ધોરણ-10 અને 12ના પ્રથમ ત્રણ નંબરના બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર બે વ્યક્તિ વિજયભાઈ દલસાણીયા અને સાણજા ક્રિતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનુ સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે 450જેટલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક એવા વિજયભાઈ, ધીરુભાઈ, કાંતિભાઈ, હસુભાઈ અને હર્ષદભાઈ ખૂબ જહેમત ઉઠાવી હતી.
