મોરબી : ઉતરાયણ પર્વ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા ના બાળકોને પતંગ ફીરકી દોરા ચિકી અને શેરડી નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શકિતસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, મેઘરાજસિંહ, વિધાનસભા ઇન્ચાર્જ જયપાલસિંહ, રાહુલભાઇ હુંબલ તથા અરુણભાઈ તેમજ યુવા ભાજપ ની ટીમ હજાર રહી હતી.



