મોરબી: આવતીકાલે ઉતરાયણ પર્વ છે. ત્યારે ઉતરાયણ પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. સાથે જ ઉતરાયણ નિમિતે અનેક અકસ્માતોના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે મોરબીની નક્ષત્ર હોસ્પિટલના ડો.મહેન્દ્ર ફેફર દ્વારા ઉતરાયણ પર્વની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી ઉતરાયણ પર્વને લઇ શું શું કાળજી રાખવી તે અંગેના સૂચનો આપ્યા છે.
મોરબી નક્ષત્ર હોસ્પિટલના ડો.મહેન્દ્ર ફેફરે જણાવ્યુ હતું કે, આવતીકાલે ઉતરાયણ છે ત્યારે લોકોએ ખાસ કરીને નાની અગાશી, ખુલ્લી છત, નાની પાળીઓ હોય તેવી છત પર પતંગ ચગાવતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂર છે. તેમજ ઉતરાયણને લઈ લોકો પરિવાર સાથે છત ઉપર મજા માણી રહ્યા હોય ત્યારે પોતાના બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી તરફ રસ્તાઓ પર વાહન લઈને નીકળીએ ત્યારે બાઇકની આગળની સાઈડ રીંગ લગાડવી જોઈએ. ગળાના ભાગે સ્કાપ અથવા મફલર બાંધવું જોઈએ. જેથી કરીને દોરીનો ભાગ ગળાના ભાગે લાગે નહિં.
વધુમાં ડો.મહેન્દ્ર ફેફરે જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વ નિમિતે અનેક અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આ ઉતરાયણ પર્વને લોકો ખૂબ જ મજા સાથે પોતાના પરિવાર અને પોતાનું પણ ધ્યાન રાખે તેમ જણાવ્યું હતું. તેમજ ઉતરાયણ પર્વ નિમિતે કોઈપણ અકસ્માતનો બનાવ બને તો નક્ષત્ર હોસ્પિટલ ઈમર્જન્સી સારવાર પણ લોકો માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે.

