મોરબીમાં SMC દ્વારા કરવામાં આવેલ કરોડોની કોલસા ચોરીના કૌભાંડની રેડમાં આરોપી ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના પકડાયેલ આરોપીઓ તથા કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોર તથા રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવેલ ઈસમોએ ભેગા મળી ગાળા ગામના પાટીયા પાસે એચ.પી. પેટ્રોલ પંપ પાછળ આવેલ ગોદાઉનમાં પોતાના આર્થિક ફાયદા સારૂ ગુનાહીત કાવતરુ રચી ગે. કા. રીતે ઈમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીઓ ના ડ્રાઈવરોની મદદગારી મેળવીને ટ્રકોમાંથી ઉતમ ગુણવતા વાળા કોલસાના માલની ચોરી કરી જેમાં હલકી ગુણવતા વાળા કોલસાની ભુકીની ભેળસેળ કરી ચોરી કરેલ મુદામાલ પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરી તેનુ ખરીદ વેચાણ કરી ડ્રાઈવરોએ ગુનાહીત વિશ્વાસધાત કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરતાં કુલ રૂ. ૩,૫૭,૧૩,૧૭૫/- ના મુદામાલ સાથે સ્થળ ઉપર હાજર મળી આવેલ આરોપીઓ તથા હાજર ન મળી આવેલ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.ની કલમ-૩૦૩(૧),૩૧૬(૩),૩૧૬(૪),૩૧૭(૧),૩૧૭(૨),૩૧૭(૪),૩૧૮(૩),૬૧(૨)(એ), ૫૪ મુજબનો ગુનો નોંધી આરોપી દિપકભાઈ પ્રભાતભાઈ રાઠોડનાઓની ધરપકડ કરેલ હતી.
આરોપી દિપકભાઈ પ્રભાતભાઈ રાઠોડનાઓએ મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ હતી. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. ગુજરાત હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા, ગુજરાત હાઈકોર્ટ ના સીનીયર ધારાશાસ્ત્રી ગૌતમભાઈ એચ. ગઢવી, રવી ચાવડા, કુલદીપ ઝીઝુવાડીયા, રોકાયેલા હતા.
