મોરબીમાં કાલે ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભુ કરવા માં આવ્યું છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગની દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબીના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં નીચે યાદી મુજબ સમય માં આપ પક્ષી ત્યાં પોચાડી શકો છો.
તારીખ 13-14-15 જાન્યુઆરી
પક્ષી સારવાર કેન્દ્ર
પટેલ મેડિકલ સામે,બાપા સીતારામ ચોક , રવાપર રોડ
સમય સવારે 9 થી રાત્રે 11
તારીખ 14 જાન્યુઆરી
રવાપર ચોકડી
અવની ચોકડી
પંચાસર રોડ ,રાજનગર નાકે
મહારાણા પ્રતાપ સર્કલ ,મોરબી 2
સમય સવારે 8 થી સાંજે 8
14 જાન્યુઆરી
ફ્લોરા 158
S.P રોડ, સરદાર પટેલ આર્કેડ
ગોકુળ મથુરા સોસાયટી
ઉમિયા સર્કલ , મહાદેવ મંદિર
સુપર માર્કેટ સામે
GIDC સ્વામિનારાયણ મંદિર
નગર દરવાજે
મહેન્દ્રનગર ચોકડી ,પટેલ પાન
અવધ સોસાયટી કોર્નર,નાની કેનાલ
શકિત ટાઉનશિપ પાસે રવાપર
સમય સવારે 8 થી બપોરે 2
(આ સ્ટોલ ઉપર દાન તેમજ ઘાયલ પક્ષી સ્વીકારવા માં આવશે)
ઉપર આપેલ લોકેશન સિવાય મોરબી માં ક્યાંય પણ ઘાયલ પક્ષી ની તાત્કાલિક સારવાર કરવા સંસ્થા ના સભ્યો પણ આવી ને લય જસે જેના હેલ્પલાઇન નંબર છે.
7574868886
7574885747
7574885742
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી ની તમામ જીવદયાપ્રેમી જનતા ને અપીલ કરવા માં આવે છે કે ઉત્તરાયણ માં મોજ મસ્તી ની સાથે અબોલ જીવોનું પણ ધ્યાન રાખીએ.
ચાઇનીઝ દોરી ની ખરીદી તેમજ વપરાશ ના કરીએ , કાચ વાળા માંજા ના વાપરીએ તેમજ પતંગ ના દોરા યોગ્ય જગ્યાએ ઉપર નિકાલ કરીએ.
સાંજે 6 પછી પતંગ ના ચગાવી જેથી અબોલ પક્ષીઓ ના જીવ બચી સકે.
આની સાથે ઉપર આપેલ હેલ્પલાઇન વિશે ની માહિતી તમારા દરેક જીવદયાપ્રેમી મિત્રો સુધી પોહચાડવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર તરફ થી અપીલ કરવા માં આવી છે