મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજ દ્વારા કલબ 36 ખાતે વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ 2005માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રોએ મળીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને કોલેજ કાળના સંસ્મરણો વાગોળ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવીન ભીલા, રોહીત ચીખલીયા, પંકજભાઈ રાણસરીયા, નયનભાઈ કાવર તથા ડોં હીરેન કારોલીયાએ જહેમત ઉઠાવી હતી.
