મોરબી તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં જુના લીલાપર પ્રાથમિક શાળાનું ઉત્તમ પ્રદર્શન રહ્યું છે. જેમાં બ્રાહ્મણ રંજનાએ ગોળા ફેક સ્પર્ધામાં પ્રથમ, ખર્ચવા પ્રિયાએ 200 મીટર દોડમા પ્રથમ, બ્રાહ્મણ રંજનાએ ચક્ર ફેક સ્પર્ધામાં પ્રથમ, ખર્ચવા અંશે 100 મીટર દોડમાં તૃતીય, વાઘેલા સંજયએ 200 મીટર દોડમાં તૃતીય ક્રમ હાંસલ કર્યો છે. વિધાર્થીઓના માર્ગદર્શક શિક્ષિકા મીનાબેનને રવાપર સીઆરસીના ભરત મોઢવાડીયા અને રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણીએ અભિનંદન આપ્યા હતા.

