મોરબી : દેશની સુરક્ષા માટે જાનની બાઝી લગાવનાર આર્મી સેના માટે સમગ્ર દેશ ગૌરવ અને માન સન્માનની લાગણી ધરાવે છે. ત્યારે આ આર્મી સેના પ્રત્યે દેશવાસીઓ ગૌરવની લાગણી વ્યક્ત કરી શકે તે માટે ભારતીય સૈન્ય દિવસ એટલે ઇન્ડિયન આર્મી ડે નિમિતે મોરબીની નામાંકિત અને દર્દીઓને બેસ્ટમાં બેસ્ટ સેવા આપવા માટે 24/7 ખડેપગે રહેતી આયુષ હોસ્પિટલ દ્વારા ભારતીય સેના પ્રત્યે કટીબદ્ધતા વ્યક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી Tribute on Indian Army Day એટલે ભારતીય સૈન્ય દિવસના અવસરે, આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલને આપણા સૈનિકોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવા માટે તમામ આર્મી કર્મચારીઓ અને ભૂતપૂર્વ આર્મી કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ પર 50% ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે. જેનો ભૂતપૂર્વ આર્મી કર્મચારીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.
