હળવદ તાલુકાના રાણેકપર ગામે દારૂના નશામાં પુરપાટ ઝડપે કાર હંકારી ખેતરની વાડમાં કાર ઘુસાડી દેનાર મયુરનગર ગામના શખ્સે ઈન્સ્ટાગ્રામમા કેફી પીણું પીતા પીતા હાથમાં ધારીયા અને તલવાર જેવા હથિયાર ધારણ કરી બીભિત્સ ગાળો સાથેનો વીડિયો અપલોડ કરવા મામલે ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા જયદીપ દિનેશભાઈ ડાભી નામના શખ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર કેફી પીણું પીતા પીતા નાચગાન કરતા કરતા હાથમાં ધારીયા અને તલવાર જેવા હથિયાર ધારણ કરી બીભિત્સ ગાળો સાથેનો વીડિયો અપલોડ કરતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
