મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ સનલેન્ડ સિરામિક ફેકટરીના સિક્યુરિટી રૂમમાં જમી રહેલા રાકેશ પ્રયાગરાજ પાંડે ઉ.45 નામનો યુવક જમતા જમતા બેભાન થઈ જતા મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.