Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિકારીઓને કેલેન્ડર અર્પણ કરાયું

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિકારીઓને કેલેન્ડર અર્પણ કરાયું

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે અખિલ ભારતીય સ્તરેથી વિશિષ્ટ અને વિવિધ વિષયો સાથેનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવે છે ગયા વર્ષે ધ્યેય વાક્યો મેં ઝલકતા સવત્વ ભારત કા વિષય હતો જેમકે સત્યમેવ જયતે, યોગ:કર્મશું કૌશલ્મ વગેરે ધ્યેય વાક્યો ક્યાંથી ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે એની વિગતો હતી.આ વર્ષે સત્ય સનાતન શાશ્વત ભારત ગુણમય ભારત ચિન્મય ભારત, ભારત એક અનોખું રાષ્ટ્ર છે,જે રીતે આકાશ સાગર માટે કોઈ બીજી ઉપમાથી સમજાવી નથી શકતા એવી જ રીતે ભારતને પણ બીજી કોઈ ઉપમાંથી સમજાવી ન શકાય વેદમાં ભારતને એક સત્ય અને સનાતન દેશ કહેવામાં આવ્યો છે, ગુણમય ભારતની પાર્થિવ છે, ચિન્મય ભારત ધર્મ સ્વરૂપ છે. એ મુખ્ય વિષય પર વર્ષ -૨૦૨૫ નું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.

જેમાં જે તે માસમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ દિવસની ઉજવણીની વિગતો તેમજ શ્રીમદ ભાગવત અને ઋગ્વેદની ઋચાઓ ગાયન્તિ દેવા: કીલ ગીતકાની, ધન્યાસ્તુ તે ભારતભૂમિભાગે । સ્વર્ગાપવર્ગાસ્પદભાર્ગભુતે, ભવન્તિ ભુય:પુરુષા:સુરત્વાત || અર્થાત 33 કોટી દેવતાઓ આ ગીત ગાય છે કે ભારતમાં જન્મ ધારણ કરવા વાળા મનુષ્યો ધન્ય છે, તેઓ ખુબજ ભાગ્યશાળી છે કે ભારતમાં જન્મ્યા છે જ્યાં સ્વર્ગ અને મોક્ષ માટે માર્ગસ્વરૂપ છે, જ્યારે દેવતા મનુષ્યરૂપે અવતાર ધારણ કરે છે ત્યારે ભારતમાં જન્મ ધારણ કરે છે. આવીજ રીતે તમામ માસમાં ભારતનું મહિમા મંડન કરતી વેદોની ઋચાઓ મુકવામાં આવી છે,આ કેલેન્ડર મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી તેમજ નવરચિત મોરબી મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્રિલ ખરે તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર વગેરેને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ હિતેષ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી,કિરણભાઈ કાચરોલા મંત્રી, સંદીપભાઈ આદ્રોજા સિનિયર ઉપાધ્ય વગેરેએ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા અને શૈક્ષિક મહાસંઘની કાર્યપ્રણાલી વિશે અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments