મોરબી મહાપાલિકા દ્વારા આજે શનાળા રોડ ઉપર ડીમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડ ઉપર છે. જેસીબી સાથે રાખી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગની ટિમો દ્વારા આજે શનાળા રોડ ઉપર ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં આ ડ્રાઇવ યોજાઈ રહી છે.જેમાં ઉમિયા સર્કલ થી બસ સ્ટેન્ડ સુધી મંડપ, કેબિન કે અન્ય નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોલ ઉપર લગાવવામાં આવેલા બેનરો પણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

