Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા,લાગણી અને પ્રેમ ધરાવતા પી. ડી. કાંજીયા સાહેબ કે જેમની  કરિયરની શરૂઆત કરી ત્યારે 1992 થી 1995 ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગૃહપતિ તરીકે સેવા આપી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાથે એ વખતના વિદ્યાર્થીઓ આજે 32  વર્ષે પણ એની સાથે લાગણીથી જોડાયેલ છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ એમની લાગણી અને મળવાની ઘેલછા અને એમની સાથે સાથે એમને ભણાવતા મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી માધ્યમિક વિદ્યાલય ના શિક્ષકો ને પણ આમંત્રિત કર્યા હતા.  આજે 32 વર્ષે પણ સ્વાર્થ વિના  દૂર દૂરથી વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાય અને રજાના દિવસ રવિવારે હોશભેર જોડાયા હતા. અંદાજે 300 થી વધારે વિદ્યાર્થીઓ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મળ્યાહતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુરુજનો અને પી. ડી.કાંજિયા સાહેબનું ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓ એ સાલ ઓઢાડી પોતાની કૃતજ્ઞતા વ્યકત કરેલ હતી. ઉપસ્થિત સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય અને જૂની યાદો વાગોડીને ભરપેટ હસ્યા અને ડિજિટલ આલ્બમ અને ડિજિટલ ડિરેક્ટરી બનાવી  એક એક વ્યક્તિનએ ઉભા થઈને પોતાના  સ્મરણો વાગોડી અને પેટ ભરીને હસાવ્યા અને બધાએ એમ કીધું આ જ 32 વર્ષે આટલું અમારી લાઇફમાં પહેલીવાર હસ્યા  કોઈના દીકરા પરણવાની ઉંમરલાયક થઈ ગયા હોય આટલી ઉંમરે પહોંચ્યા પછી બાળપણ યાદ કરી અને જૂની યાદો તાજી કરી હતી.

ઉપસ્થિત તમામ ગુરુજનો અને કાંજીયા સાહેબ કાર્યક્રમ અંતર્ગત પોતાના અનુભવો અને આશિર્વચનો પાઠવ્યા હતા. બધાએ ખૂબ આનંદ કર્યો. નાચ્યાં,કુદીયા ગ્રુપ ફોટો કર્યા સાથે જમ્યા અને જમ્યા પછી પણ મોડી રાત સુધી વાતો કરી બેસી રહ્યા એકબીજાને છોડવાની ઈચ્છા ન થતી હોય એવું વાતાવરણ હતું અને આપણા  પાટીદાર સમાજના સ્વ.લક્ષ્મણબવાપા,સ્વ.જયરાજબાપા,સ્વ.કાંજીબાપાસ્વ. ડૉ.આંબાલાલબાપા,સ્વ. ઓ. આર.પટેલ સાહેબ,સ્વ. જીવરાજબાપા વિરપરિયા અને  સ્વર્ગસ્થ શિક્ષક સદાતીયા સાહેબને શ્રદ્ધા સુમન અર્પી અને એની યાદો તાજી કરી હતી. આ તમામનું ખરા અર્થમાં સમાજના કેળવણી માં યોગદાન હતું.

આ કાર્યક્રમમાં તે વખતના વિદ્યાર્થીઓના ગૃહપતિ પ્રાણજીવનભાઈ ઉર્ફ પી. ડી. કાંજીયા અને શિક્ષકોમાં સાણંદિયા સાહેબ, અંદરપા સાહેબ, હળવદિયા સાહેબ, રાંકજા સાહેબ, પણ ઉપસ્થિત રહેલા હતા. અનિવાર્ય સંજોગો ને કારણે સીતાપરા સાહેબ, કૂડારિયા સાહેબ, શેરસીયા સાહેબ ઉપસ્થિત રહી શક્ય નહતા એમને શુભેચ્છા સંદેશ મોકલેલ અને શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશ કુંડારીયા અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ હરેશ બપોલિયા પણ જે તે સમયે કાંજીયા સાહેબના વિદ્યાર્થીઓ હોય તે આકસ્મિક કારણોસર કામ આવી જતા હાજર ન રહેતા એમને પણ શુભેચ્છા સંદેશો પાઠવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક.પા.વી.ભુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઈ મારવણીયા એ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનવવા અશોક સદાતિયાં, પ્રફુલ ચંદ્રાલા, દેવેન્દ્ર ભોજાણી, રાજેશ ફુલતારીયા અને રોહિત અગોલા એ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments