મોરબી : બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલય ખાતે 12 જાન્યુઆરીના રોજ સુવર્ણ જયંતી મહોત્સવ સ્નેહમિલન, તથા ગુરુ વંદના કાર્યક્રમ તથા સ્વ.જેરાજભાઈ કરમશીભાઈ પટેલની પુણ્યતિથિ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં 95 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જયંતીભાઈ જેરાજભાઈ, શાળાના આચાર્ય, શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો, સરપંચ, બરવાળા ગામના યુવાનો, અને કમલેશભાઈ બાવરવાએ જહેમત ઉઠાવી હતી. તેમજ સંસ્કાર બ્લડ સેન્ટરના પૂજ્ય પ્રેમસ્વામીએ બ્લડ કેમ્પના આયોજકો, રક્તદાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બરવાળા ગામના સરપંચ તેમજ ગામના લોકોનો આભાર માન્યો હતો.
