મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે ઉ.48 નામના યુવાનનો વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણમા આવી જતા તા.13ના રોજ મોરબીના એલઈ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવના મંદીર પાસે ઝેરી દવા પી લેતા તેઓને બેભાન હાલતમા સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.