મોરબીમાં ઉત્તરાયણ નિમિતે વિવિધ સંસ્થાઓની મુલાકાત લેતા દુલર્ભજીભાઈ દેથરીયા
મોરબીમાં ઉત્તરાયણ પર્વ ઉપર કાતિલ દોરીથી ઘાયલ થતા પશુ પંખીઓની સારવાર માટે અનેક સંસ્થાઓ ખડેપગે રહી હતી. અનેક સંસ્થાઓએ આખો દિવસ કાતિલ દોરીથી ઘાયલ થતા પશુ પંખીઓની સારવાર આપી હતી.
ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ આવી અનેક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. તેમાંય ખાસ મોરબીના બાપા સીતારામ ચોક ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અનેક ઘાયલ પક્ષીઓની સારવાર કરીને આકાશમાં ફરી વિહરતા કરી દીધા હતા. આવી રીતે પાંજરાપોળ સંસ્થા દ્વારા ઠેરઠેર સ્ટોલ નાખીને પશુઓ માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આથી ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર, મોરબી પાંજરાપોળના સ્ટોલની મુલાકાત લઈને આ સંસ્થાઓની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી.

