મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાજ મહેન્દ્રસિંહજી ક્રિક્રેટ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાજ મહેન્દ્રસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસ સુધી ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિધવા સહાય માટે અનોખો આઈડિયા અમલમાં મુકવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાજ મહેન્દ્રસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં ૪૦ ટીમોએ ભાગ લીધો હતો ૯ દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ગત રવિવારે રમાઈ હતી ફાઈનલ મેચમાં રાજદીપ ૧૧ અને પ્રગતિ ૧૧ વચ્ચે કાંટે કી ટક્કર સમાન મેચ રમાઈ હતી ૧૪ ઓવરની ફાઈનલ મેચમાં પ્રગતિ ૧૧ ને હરાવી રાજદીપ ૧૧ ટીમ વિજેતા બની હતી.
સેમીફાઈનલની ૨ મેચો ૧૨ ઓવરની અને ફાઈનલ મેચ ૧૪ ઓવરની રમવામાં આવી હતી જે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચમાં દરેક સિક્સર પર ૭૦૦૦ રૂપિયાનો પુરસ્કાર નક્કી કરાયો હતો અને બે સેમી ફાઈનલ તેમજ ફાઈનલ મેચમાં લાગેલી સીકસરોમાં એકત્ર થયેલ અઢી લાખથી વધુની રકમ વિધવા સહાયના ઉમદા કાર્યમાં વાપરવામાં આવશે તેમ મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા યાદીમાં જણાવ્યું છે.
