વાંકાનેર : શ્રી સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સમસ્ત પંચ દ્વારા સીમાડાવાળા મેલડી મા ચામુંડા માતાજીનો નવરંગ માંડવો તા. 17-1-2025 ને શુક્રવારના રોજ શ્રી સીમાડા વાળા મેલડી મા તથા ચામુંડા માતાજીના મંદિર, તીથવા(કુબા) તા. વાંકાનેર ખાતે યોજાશે.
આ માંડવામાં તા. 17-1-2025ના રોજ સવારે 9 કલાકે થાંભલી રોપવામાં આવશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદ, સાંજે 4 કલાકે માતાજીનું ફુલેકુ, સાંજે 6:45 કલાકે ધૂપ આરતી, સાંજે 7 કલાકે મહાપ્રસાદ, તા. 18-1-2025ના રોજ સવારે 9:15 કલાકે થાંભલી વધાવવામાં આવશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઈ પનારા, ટંકારા સાઉન્ડ સિસ્ટમના સથવારે રમઝટ બોલાવશે. આ માંડવાનું ચામુંડા વિઝન દ્વારા લાઈવ વીડિયો પ્રસારણ કરવામાં આવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દેવરાજભાઇ આલ તેમજ સર્વે મિત્ર મંડળ સમગ્ર કાર્યક્રમના આયોજનની જહેમત ઉઠાવી રહ્યા છે.

