મોરબી :મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા કેતનભાઈ કાંતિલાલ બાલાણીનું અગત્યના ડોક્યુમેન્ટ તેમજ રૂ.5 હજાર ભરેલુ પર્સ ગુમ થઈ ગયું હતું. આ પર્સ મોરબી તાલુકા પોલીસને મળેલું હતું. આથી પોલીસના તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ મોરબી તાલુકા પોલીસે મૂળ માલિકની શIધખોળ કરીને મૂળ માલિક કેતનભાઈ કાંતિલાલ બાલાણીને આ પર્સ પરત કરી પોલીસ બેડાંની શાખ વધારી હતી.
