Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેર ફાયરિંગ બટ આસપાસ 40 દિવસ માટે પ્રવેશબંધી

વાંકાનેર ફાયરિંગ બટ આસપાસ 40 દિવસ માટે પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી આમ કુલ ૪૦ દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી આમ કુલ ૪૦ દિવસ માટે જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments