હળવદ તાલુકો કક્ષા ખેલ મહાકુંભ રાણેકપર પ્રાથમિક શાળા અંદર ખેલાયી હતો. જેમાં અન્ડર 14 કબડીની સ્પર્ધામાં હળવદ તાલુકાના રાણેકપરની બહેનોની ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની હતી. રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ફતેપરાના માર્ગદર્શન અને કબડીના કોચ વરમોરા હિતેશભાઈ અને પઢીયાર હરપાલ શાળાની કબડી તેમની ખૂબ જ સરસ તાલીમ આપી તાલુકા કક્ષાએ વિજેતા બનાવવામાં ભારે જયમત ઉઠાવી હતી આ તકે તાલુકા કક્ષા ખેલ મહાકુંભ ઉપસ્થિત હળવદ તાલુકા બી આર સી મિલનભાઈ પટેલ અને રાણેકપર કલસ્ટર સી.આર.સી વિનોદભાઈ વિંધાણી રાણેકપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષક સ્ટાફએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયે જિલ્લા કક્ષાએ વિજેતા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.




