મોરબીમાં રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. આ વેળાએ મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે શિસ્તબદ્ધ રીતે પરેડ પણ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ મોરબી જિલ્લા પોલીસની વાર્ષિક તપાસણી માટે મોરબી પધાર્યા હતા. જે સંદર્ભે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શિસ્ત સાથે પરેડ યોજી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે મોરબી જિલ્લાની વાર્ષિક તપાસણી અન્વયે રેન્જ આઈજી અશોકકુમાર આવ્યા હતા. પરેડ ગ્રાઈન્ડ ખાતે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોડેસવાર અને ડોગ સ્ક્વોડે આ વેળાએ કૌશલ્ય દેખાડયું હતું. પોલીસની ડીસીપ્લીન દર્શાવતી પરેડ યોજાઈ હતી. જિલ્લાના સ્થાનિક અધિકારીઓ સાથે રેન્જ આઈજી દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. જેમાં ગયા વર્ષના ગુનાઓની સમીક્ષા કરાઈ હતી. સાથે નવા વર્ષ 2025નો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.


