મોરબી : એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં ઉલટી ગંગા વહી છે. જેમાં મોરબી જિલ્લાની એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે કોઈના અંગત સ્વાર્થ માટે મુસાફરો બેસાડીને દુરુપયોગ કરાતો હોવાનો મામલો સામે આવ્યો છે. મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોની હેરાફેરી કરીને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. જેમાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપરનો વિડિયો વાયરલ થયો છે. લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તો વિડીયો વાયરલ થયો છે. સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે. વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ સામે આવ્યા બાદ સરકાર કે જવાબદાર તંત્ર પગલાં ભરશે કે કેમ તેવો વેધક સવાલ ઉઠ્યો છે.
