મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ગત તા.4 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ઘરમાં પડી ગયેલા શામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉ.39 નામના યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા તા.8ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.