વાંકાનેર તાલુકાના કોઠારીયા નજીક જીજે – 36 – વી – 0058 નંબરની બોલેરો ગાડીના ચાલકે જીજે – 03 – સીટી – 5399 નંબરની રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં નુકશાન થવાની સાથે રીક્ષા ચાલક સંજયભાઈ રઘુભાઈ સીતાપરા ઉ.35 રહે.હડાળા, તા.રાજકોટ વાળાને તેમજ અન્ય પેસેન્જરને ઈજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.