મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમા જુના ઝઘડાનો ખાર રાખી આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને રાજેશ અમરશીભાઈ વરાણીયાએ ફરિયાદી રમેશભાઈ બાબુભાઈ સાતોલા ઉપર ધારીયા અને પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.