મોરબીમાં સ્પા ઓઠા હેઠળ ધમધમતું વધુ એક કુટણખાનું ઝડપાયું છે. જેમાં મોરબીના રંગપર ગામની સીમમાં યોગી કોમ્પ્લેક્ષમાં ગેલેક્સી વેલનેસ સ્પાના ઓઠા હેઠળ દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતો હોવાની બાતમીના આધારે એ એચ ટી યુ ની ટીમે દરોડા પાડીને કુટણખાનું ઝડપી લીધું હતું. આ કુટણખાનું ચલાવતા બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ એચ ટી યુ ની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં યોગી કોમ્પ્લેક્ષમાં આવેલ ગેલેક્સી વેલનેસ નામના સ્પામાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડા પાડીને ફારુખભાઈ ઈબ્રાહીમભાઈ હાણીયા અને મહમદહુશેન ભીખુભાઈ સંધીએ પોતાની માલિકીના ગેલેક્સી વેલનેસ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો કરી બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન સગવડો આપી કુટણખાનું ચલાવતા હોવાનો પર્દાફાશ કર્યો હતો. આ બન્ને આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી કોન્ડમ પેકેટ નંગ ૭, રોકડા રકમ રૂ.૪૪૦૦ અને મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૮૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, પોલીસ રેડ પાડે ત્યારે લાલ લાઇટ ચાલુ કરી દેવામાં આવતી હતી જેથી લલનાઓને સૂચના આપવામાં આવી હતી કે લાલ લાઈટ થાય ત્યારે સગે વાગે થઈ જવું.તેવી સુવિધા પણ આરોપીઓ પોતાના સ્પામાં ગ્રાહકોને આપતા હોવાની માહિતી મળી છે.
