ટંકારા : ટંકારા નજીક હાઇવે ઉપર આજે બપોરે ગોઝારો અકસ્માત સર્જયી હતો. જેમાં પુરપાટ ઝડપે આવેલ ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને 108 મારફતે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે ટંકારાના પીઆઇ કે.એમ. છસિયાએ જણાવ્યું હતું કે પુરપાટ ઝડપે આવતા ટ્રકે આ અકસ્માત સર્જીને નાસી છૂટ્યો છે. મૃતકો બે યુવાન અને ઇજાગ્રસ્ત એક યુવાન મોરબી લીલાપરના વતની હોવાંની ખબર પડી છે. તેની ઓળખ મેળવવા અને ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
