મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા લતાબેન બાઘુભાઈ ભાંગરા ઉ.42 નામના મહિલા ગત તા.20ના રોજ પોતાના ઘર પાસે શેરીમાં ખુરશીમાં બેઠા હતા ત્યારે ઉભા થવા જતા ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજા થતાં પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તા.18 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.