મોરબી : જે. પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ માટે ટ્રાફિકને લગતી બાબતોના અલગ અલગ સ્લોગન તેમજ ચિત્રો બનાવવામાં આવ્યા હતા.
વકૃત્વ સ્પર્ધામાં ધામેચા દિશા, રાબડિયા આશા અને ડાભી મનિશા વિજેતા રહેલ હતાં, ચિત્ર સ્પર્ધામાં રૂપાલા અપેક્ષા, નકુમ સંગીતા અને પરમાર રાધિકા વિજેતા રહ્યા હતાં. સ્લોગન સ્પર્ધામાં ભાભોર અંકિતા, પાટડીયા પુજા અને કંઝારીયા વૈશાલી વિજેતા રહ્યા હતાં. વિદ્યાર્થિનીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ આરટીઓ કચેરીના મોટર વાહન નિરીક્ષક આર. એ. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.




