મોરબીના લીલાપર રોડ ઉપર એક રહેણાંક મકાનમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ.2.06 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ મામલે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મોમભાઈ પરબતભાઈ સાવધાર તથા હિરાભાઈ પરબતભાઈ સાવધાર રહે. બંને મોરબી લીલાપર રોડ, ન્યુ પ્રજાપત સોસાયટી વાળા પોતાના કબ્જાના મકાનમા ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જેના આધારે ત્યાં રેઈડ કરતા મકાને કોઇ હાજર મળી આવેલ નહી. તેમજ મકાનમાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૬૮ કિ.રૂ.૨,૦૬,૮૧૬/-નો મુદામાલ મળી આવતા બન્ને શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ આર.એસ.પટેલ, એ.એસ.આઈ રાજદીપસિંહ, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. હિતેષભાઈ ચાવડા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરીયા, કપીલભાઈ ગુર્જર તથા જયદીપભાઈ ગઢવી રોકાયેલ હતા.