મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા
શનાળા જવાના રસ્તે આવેલ રાધે પ્લાસ્ટિક નામના કારખાનામા જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી છ આરોપીઓને 6.19 લાખની રોકડ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આવેલ રાધે પ્લાસ્ટિક નામના કારખાનામાં કલ્પેશ ડાયાભાઈ કારાવડીયા નામનો શખ્સ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી 1. કલ્પેશભાઈ ડાયાભાઈ કારાવડીયા, રહે.મોરબી નાની કેનાલ રોડ, અવધ-ર નવા બસસ્ટેન્ડ પાસે, મોરબી, મુળ રહે.હરીપર 2.
જીતેન્દ્રભાઈ અંબારામભાઈ ફેફર, રહે.મહેન્દ્રનગર ક્રાંતિજયોત, મોરબી 3. સંજયભાઈ રામજીભાઈ કાસુન્દ્રા રહે.મોરબી રવાપર રોડ, ઉમીયા નગર સોસાયટી, મુળ રહે.રામગઢ, કોયલી4. મનસુખભાઈ ત્રિભોવનભાઈ દેત્રોજા, રહે.મહેન્દ્રનગર,મોરબી, મુળ રહે.જુના ધનશ્યામગઢ તા. ધ્રાંગધ્રા, 5.અમીતકુમાર દિપકભાઈ ગઢીયા રહ.જુના ઘાટીલા અને 6. ગોપાલભાઇ વાલજીભાઇ પરમાર, રહે.જુની પીપળી, મોરબી વાળાને રોકડા રૂપિયા 6,19,000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.