Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસરકારી અધિકારીઓએ સવારના 10થી સાંજના 7:30 સુધી અરજદારોના ફોન ઉપાડવા પડશે :...

સરકારી અધિકારીઓએ સવારના 10થી સાંજના 7:30 સુધી અરજદારોના ફોન ઉપાડવા પડશે : કલેકટર

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજુ કરવામાં આવ્યો ન હતો.

બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર દબાણ દૂર કરાવવા, વાંકાનેરમાં બ્રિજ બનાવવા, વિવિધ ગામમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા, જમીન માપણી, પીવાના પાણીની સમાન વહેંચણી, ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે તેવી વ્યવસ્થા કરવી, કેનાલ અને રોડની બંને બાજુ ફેનસીંગ કરાવવું, રેતી અને માટીકામ કરાવવું, નાઈટ પેટ્રોલિંગ વધારવું, નવા બાગ-બગીચા બનાવવા સહિત વગેરે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૭:૩૦ કલાક દરમિયાન તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ અરજદારોના ફોન ઉપાડવાના રહેશે. તાજેતરમાં ૦૬ અલગ અલગ ફેઝમાં જિલ્લાના વિવિધ અધિકારીઓએ વિવિધ ગામડાઓની મુલાકાત લીધી છે. જેમાં વિવિધ પ્રશ્નો જેવા કે સ્ટાફની હાજરી, કર્મચારીઓની સમય નિયમિતત્તા, અનાજ અને દવાનો જથ્થો, મધ્યાહન ભોજન કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર નાસ્તા અને ભોજનની ગુણવતા, પેંશન, વિવિધ યોજનાના ફોર્મ, સહાયની મંજૂરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે.

તેમજ નજીકના ભવિષ્યમાં સમગ્ર જિલ્લામાં માં કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ કલ્યાણલક્ષી વિવિધ સહાયોનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ભિક્ષુકવૃતિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવશે. બેઠકના અંતે જિલ્લા કલેક્ટરએ ખાસ સૂચના આપી હતી કે જે જે એજન્સી અને કોન્ટ્રાકટરો જનતાનું કામ બગાડી રહ્યા છે અને ગેરરીતિ આચરી છે તે તમામને આગામી માસ સુધીમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. લોકોના કામ સંબંધિત કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. 

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, વાહન વ્યવહાર, ડીએલઆર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મોરબી મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીગણ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીગણ તેમજ સંબંધિત અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments