મોરબીના વિશિપરા સ્મશાન પાસે એક શખ્સ બાઇક ઉપર સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિશિપરા સ્મશાન પાસે એક યુવાન બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યો છે. આ ઉપરાંત મિડલ ફિંગર પણ બતાવું રહ્યો છે. આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ આવા સ્ટંટના વિડીયો ઉતારનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પણ પોલીસનો ડર ન હોય તે રીતે સ્ટંટબાજો દ્વારા સ્ટંટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
