માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અને મજૂરીકામ કરતા મૂળ ઝારખંડના વતની બે યુવાનો રાત્રે સૂતા બાદ સવાર બેભાન અવસ્થામાં મળી આવતા મોરબી સારવારમાં ખસેડવામાં આવતા તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. જો કે, શંકાસ્પદ આ બનાવમાં બન્ને શ્રમિકોનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવતા ગૂંગળામણને કારણે બન્નેના મોત નિપજ્યાનું સામે આવ્યું છે.
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે ભાડાની ઓરડીમાં રહેતા મૂળ ઝારખંડના વતની કુલદીપકુમાર ચુરામણ મહતો ઉ.21 અને ગોપાલકુમાર ગિરધારી મહતો ઉ.20 ગત તા.17ના રોજ રાત્રીના સુતા બાદ સવારે નહિ જાગતા સાથે કામ કરતા ગણેશ ઉર્ફે જીવણ ટીકોભાઈ રવિદાસ બન્નેને બેભાન અવસ્થામાં સારવાર માટે મોરબી લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાદમાં બન્નેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવતા બન્ને યુવાનના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હોવાનું સામે આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.