મોરબીના ઝૂલતાંપુલ દુર્ઘટનાના પીડિતોની એક મહત્વની મિટિંગ યોજાઈ હતી.આ પીડિતોએ કઝ્યુમર કોર્ટમાં કેસ કરી કરેલા દાવાને ખારીઝ કરીને સિવિલ કોર્ટમાં દાવો કરવાનો હુકમ આપતા આગળ કેવી રીતે લડવુ તે અંગે મહત્વનો નિર્ણય લેવા આ મીટીંગ મળી હતી.
મોરબી ઝૂલતાંપુલ દુર્ઘટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ દુર્ઘટનાના પીડિતોએ વકીલ મારફત કઝ્યુમર કોર્ટમાં કેસ કરી દાવા કરવામાં આવ્યા હતા.આથી આ કોર્ટે દાવાઓ ફગાવી દેતા આગળ કેવી રીતે લડવું તે અંગે મોરબીના કેસરબાગ ખાતે વકીલ અને ભોગ બનાનારની એક મિટિંગ મળી હતી. તેમણે કરેલ કન્ઝ્યુમર કોર્ટ કેસમાં કોર્ટે તેમનો દાવો ફગાવી દઈ સિવિલ દાવો કરવાનું કહેતા આ હુકમ થી નારાજ થઈ આગળ શું કરવું તેના માટે મિટિંગ યોજાઈ હતી. 70 જેટલા અલગ અલગ દાવાઓ કરવામાં આવેલ જે અંગે કન્ઝ્યુમર કોર્ટનો હુકમ આવતા તેનાથી નારાજ થઈ આગળ કાર્યવાહી કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
