Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં 1200 કરોડના ખર્ચે નવા રોડ રસ્તા બનશે

મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં 1200 કરોડના ખર્ચે નવા રોડ રસ્તા બનશે

મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ.1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે.

આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે. આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજીસ, અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે. એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ ગઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments