મોરબી: આજે તારીખ 22 જાન્યુઆરીના રોજ મોરબી PGVCLના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygieneની તાલીમ આપવામાં આવી હતી અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ.લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડૉ.યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડૉ ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ સમય દરમિયાન, PGVCL- Regional Superintendent Engineer- ડી.આર.ઘડીયા અને સી.એસ.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો.


