મોરબીમાં રાજપર ચોકડી નજીક બોલેરોની એક સાઈડ તૂટી જતા રોડ ઉપર ઈંડાની રેલમછેલ થઈ હતી. જેને કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબી- રાજકોટ હાઇવે ઉપર રાજપર ચોકડીથી આગળ હ્યુન્ડાઇ અને સ્કોડા શોરૂમ સામે આજે સવારે ઈંડા ભરીને જઇ રહેલી બોલેરો ગાડીની એક સાઈડ તૂટી ગઈ હતી. જેને કારણે ઈંડા રોડ ઉપર ઢોળાઈ ગયા હતા. આ બનાવને કારણે રોડ ઉપર થોડો સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બીજી તરફ હાલ રોડની સફાઈ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
