મોરબીના વાવડી રોડ પર આવેલ ઓફીસમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 3 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાની વાવડી રોડ ઉપર આવેલ શક્તિ એલ્યુમિનિયમ નામની ઓફિસમાં દરોડો પાડી આરોપી અલ્પેશ અમરશીભાઈ મેંદપરા ઉ.32 રહે.નાની વાવડી, શિવવિલા સોસાયટી વાળાને રૂપિયા 1500ની કિંમતની વિદેશી દારૂની 3 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.