ટંકારા તાલુકાના હરીપર ગામના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખ પડાવી લેવાના પ્રકરણમાં ટંકારાના નવ નિયુક્ત જાંબાઝ પીઆઇ છાસિયા સહિતની પોલીસની ટીમે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે બે દિવસ પહેલા આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ તુરત પતિ-પત્ની સહિતના 4 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછના આધારે આ ગેંગના મુખ્ય એવા ટીપ આપનાર આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
હરીપર ગામના કારખાનેદારના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તેઓ દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવ્યા હતા અને તેની પરીચય કેળવી તા.૧૭ રોજ તેને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં, સંજય પટેલ, હાર્દીક મકવાણા રૂત્વીક રાઠોડ તેમજ બીજા મળી કુલ પાંચ શખ્સોએ આવી કારખાનેદારનું અપહરણ કરી, મારમારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી કુલ રૂ.5 લાખ પડાવી લીધા હતા.
આ કેસની તપાસ દરમિયાન અગાઉ ટંકારા પોલીસે ચાર આરોપીઓને ગુનામાં વપરાયેલ સ્વીફટ કાર તેમજ રોકડા રૂપીયા સહિત રૂ. ૮,૨૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી લીધા હતા. આ પ્રકરણમાં કારખાનેદારના મોબાઇલ નંબર સ્ત્રી આરોપીને આપી હનીટ્રેપમાં ફસાવી રૂપીયા પડાવવાની મુખ્ય ટીપ આપનાર તરીકે રણછોડભાઇ ભીખાભાઇ રબારી રહે. સજનપર તા.ટંકારાનું નામ ખુલતા પોલીસે તેને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, PSI વાય.એસ. પરમાર, ASI જીતેન્દ્રભાઈ પટેલ, ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા,PC કૌશીકકુમાર પેઢડીયા, રવિરાજસિંહ જાડેજા, પંકજભા ગુઢડા, તેજાભાઈ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, નીજુબેન સેજલીયા રોકાયેલ હતા.
