મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત અગાઉ શનાળા રોડ, સ્ટેશન રોડ ઉપર ખડકાયેલા દબાણો દૂર કર્યા બાદ આજે વાવડી રોડનો વારો લેવામાં
આવ્યો છે. અહીં હાલ જેસીબીની મદદથી દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને વાવડી રોડને દબાણ મુક્ત કરવાનો મહાપાલિકાએ નિર્દેશ આપ્યો છે.
મોરબી શહેરમાં આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. શહેરના વાવડી રોડ ઉપર દુકાનોની બહાર કરવામાં આવેલા કાચા પાકા દબાણો તોડવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય માર્ગની આસપાસના કાચા પાકા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ ડેપ્યુટી કમિશ્નરએ જણાવ્યું છે.

