માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદર ઉપર રિવર્સમાં આવતા ટ્રક ચાલકે બેદરકારી દાખવતા શ્રમિક યુવાનનું ટ્રકના જોટા નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુંન્હો દાખલ કરાયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19ના રોજ નવલખી બંદર ઉપર રાત્રીના સમયે આરજે – 06 – જીસી – 0925 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક રિવર્સમાં લેતી વખતે બેદરકારી દાખવી પોતાનો ટ્રક ચલાવતા અહીં મજૂરી કામ ક૨તા રાજેશભાઈ ઘોઘાભાઈ દેગામા ઉ.47 ટ્રકની ઠોકર લાગતા પડી ગયા હતા અને બાદમાં ટ્રકનો જોટો શરીર ઉપર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચતા રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈ મહેશભાઈ ઘોઘાભાઈ દેગામાંએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.