હળવદ તાલુકાના સમલી ગામે રહેતો યુવાન દૂધના કેન ભરી છકડો લઈ ચરાડવા જઈ રહ્યો હતો ત્યારે સમલી અને ચરાડવા વચ્ચે એકાએક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા છકડો રીક્ષા રોડ નીચે પલટી ખાઈ ગયો હતો જેમાં ચાલકને ગંભી ઈજા પહોંચતા મોત નીપજ્યું છે.
હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કરમશીભાઈ સતાભાઈ મુંધવા ગઈકાલે મંગળવારે રાત્રિના આઠેક વાગ્યે ગામની ડેરીએથી દૂધના કેમ છકડામાં ભરી ચરાડવા જઈ રહ્યા હતા ત્યારે સમલી અને ચરાડવા વચ્ચે એકાએક છકડો રીક્ષાના સ્ટેરીંગ પર ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં નીચે દબાઈ જવાથી રીક્ષા ચાલક કરમશીભાઈનું મોત નીપજ્યું છે.