મોરબી : કચ્છમાં ગત 26મી જાન્યુઆરી 2001ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે આગામી 26 જાન્યુઆરી 2025ના રોજ ભૂકંપની વરસી આવતી હોય આ ભૂકંપની વરસી નિમિતે 26મી જાન્યુઆરીને રવિવારે સાંજે 5-3 વાગ્યે સ્મૃતિવન કચ્છ ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભૂકંપમાં જીવ ગુમાવનાર તમામ દિવગતોને સ્મરણાજલી અર્પણ કરવા તેમજ ભારત માતાનું પૂજન અને દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર અમર જવાનોને શ્રદ્ધાજંલી આપવા માટે એક શામ શહીદો કે નામ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ગાયક ઉમેશ બારોટ, લોક ગાયિકા દેવાગી પટેલ રાષ્ટ્ ભક્તિથી તરબોળ ગીત સંગીત પ્રસ્તુત કરશે.
